મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ચોટીલાના વેલાળામાં ડેપ્યુટી કલેક્ટરના દરોડાથી ખળભળ

સોર્સ: gstv

સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના વેલાળા ગામે તંત્રએ આક્રમક કાર્યવાહી કરતા ગેરકાયદેસર કાર્બોસેલની ચાર ખાણો ઝડપી પાડી છે. ડેપ્યુટી કલેક્ટર એસ.વી. કલસરિયાની ટીમે દરોડા પાડી ૨૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક તરફ બેફામ ખનિજચોરી ચાલી રહી છે, ત્યારે માત્ર ચાર ખાણો ઝડપી સંતોષ માનતા તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. ખનિજ માફિયાઓ અને તંત્ર વચ્ચે સેટલમેન્ટની ચર્ચાઓ વચ્ચે મુખ્ય માફિયાઓ સુધી તપાસ ન પહોંચતા કામગીરી સામે શંકાની સોય તાણકાઈ છે.

આ સમાચાર શેર કરો