Video: ગુજરાત યુનિવર્સિટીનો નવો ઇતિહાસ

ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન અભ્યાસક્રમોમાં એક વર્ષમાં 1,200 વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને નવી સિદ્ધિ હાંસલ કરી છે. આશરે 11 મહિના પહેલાં ઓનલાઈન અભ્યાસની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં યુજીસી દ્વારા ત્રણ સ્નાતક અને ત્રણ અનુસ્નાતક સહિત કુલ છ અભ્યાસક્રમોને મંજૂરી આપવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં 150 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો, જ્યારે બીજા તબક્કામાં 400 અને ત્રીજા તબક્કામાં 700 વિદ્યાર્થીઓ જોડાયા હતા. ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યો અને વિદેશના વિદ્યાર્થીઓએ પણ આ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યો છે. પોતાની શૈક્ષણિક લાયકાત વધારવા ઇચ્છતા લોકોમાં ઓનલાઈન અભ્યાસ પ્રત્યે રસ વધી રહ્યો છે. આગામી સમયમાં આ અભ્યાસક્રમોની માંગ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.








