Video: લદ્દાખથી એકતાનગર સુધીની નો ડ્રગ્સ બાઈક રેલીનું ભવ્ય સ્વાગત

દેશભરમાં ડ્રગ્સ નાબૂદી અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી લદ્દાખથી એકતાનગર-કેવડિયા કોલોની સુધી નીકળેલી વિશેષ બાઈક રેલીનું ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ભવ્ય આગમન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીમાં NSG, CRPF, ITBP, BSF અને NDRF સહિત વિવિધ સુરક્ષા દળોના જવાનો, અધિકારીઓ તેમજ જુદા જુદા રાજ્યોની પોલીસના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા. સુરક્ષા દળોના જવાનો દ્વારા બાઈક રેલી મારફતે નશામુક્ત ભારતનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નડિયાદથી આગળ વધનારી આ બાઈક રેલી હવે એકતાનગર-કેવડિયા કોલોની ખાતે પહોંચશે, જ્યાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાનારી ભવ્ય પરેડમાં આ રેલી વિશેષરૂપે ભાગ લેશે.








