મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરેન્દ્રનગરમાં GSTVના અહેવાલ બાદ જાગ્યું મહાનગરપાલિકા તંત્ર

સોર્સ: gstv

સુરેન્દ્રનગરમાં છેલ્લા બે વર્ષથી ખોરંભે પડેલા ૬૦ ફૂટના પ્રથમ આઈકોનિક રોડના મુદ્દે GSTVના અહેવાલ બાદ મહાનગરપાલિકા તંત્ર આખરે હરકતમાં આવ્યું છે. કમિશનર અને મેયર દ્વારા આ રોડની કામગીરી પૂર્ણ કરવા માટે ત્રીજી વખત નવું ટેન્ડર બહાર પાડવાના આદેશ આપવામાં આવ્યા છે. અગાઉ આ રોડ ૩.૧૦ કરોડના ખર્ચે બનવાનો હતો, પરંતુ હવે તેનું નવું ટેન્ડર ૬.૬૦ કરોડના ખર્ચે બહાર પાડવામાં આવશે. લાંબા સમયથી રોડ ખોદીને મુકી દેવાતાં અહીંના ૩૦૦થી વધુ વેપારીઓ અને ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા હતા. મીડિયાના અહેવાલ બાદ તંત્ર જાગતાં સ્થાનિક રહીશોમાં રોડનું કામ ઝડપથી પૂરું થવાની આશા જાગી છે.

આ સમાચાર શેર કરો