મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વાડજના નવા બ્રિજ પર ઓઇલ ઢોળાતાં ત્રણ વાહનચાલકોને ઈજા

સોર્સ: gstv

અમદાવાદના વાડજના નવા બ્રિજ પર ઓઇલ ઢોળાતાં અકસ્માતની ઘટના સામે આવી છે. ઓઇલ ભરેલું ટેન્કર બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે તેમાંથી રસ્તા પર ઓઇલ ઢોળાયું હતું. રસ્તા પર ઓઇલ ફેલાતાં ત્રણ વાહનચાલકો સ્લીપ થયા હતા અને ત્રણેયને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી અને માટી નાખીને રસ્તા પર ઢોળાયેલું ઓઇલ સાફ કર્યું હતું. અન્ય વાહનચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો