Video: મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમની આગેવાનીમાં સૌરાષ્ટ્ર ઝોનની એક અત્યંત મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકનો પ્રારંભ થયો છે. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ ભાજપના અન્ય મહામંત્રીઓ સહિત દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારના સાંસદો, ધારાસભ્યો તેમ જ ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનના આગામી કાર્યક્રમો, સંગઠનાત્મક મજબૂતી અને વિવિધ રાજકીય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીની હાજરીથી સ્થાનિક હોદ્દેદારો અને પક્ષના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના દિગ્ગજ નેતાઓ રહ્યા ઉપસ્થિત






