Video: પ્રાંતિજ પોલીસે રીલ્સ બનાવનાર પર કરી કાર્યવાહી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસે નેશનલ હાઈવે રોડ ઉપર ગાડીઓ સાથે અસામાજિક રીતભાત દર્શાવી સોશિયલ મીડિયા પર રોલો પાડનારા તત્વો સામે લાલ આંખ કરી છે. થોડા દિવસો પહેલા નેશનલ હાઈવે રોડ પર પાંચ જેટલી કાર ઊભી રાખીને રીલ્સ બનાવવામાં આવી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ રીતે ગાડીઓ સાથે રીલ્સ બનાવવાની ઘેલછામાં હાઈવે પર જોખમી સ્ટંટ અને ટ્રાફિકને અડચણરૂપ બનતા અસામાજિક તત્વો સામે પોલીસે કડક રૂપે કાયદાનું ભાન કરાવ્યું છે. પ્રાંતિજ પોલીસની આ સરાહનીય અને લાલ આંખ કરતી કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.








