Video: માધાપર ચોકડી નજીક ટ્રક પલટી મારી જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ

રાજકોટના માધાપર ચોકડી નજીક એક ટ્રક પલટી મારી જતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રક પલટી મારતાં માર્ગ પર ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ટ્રક પલટી મારવાની ઘટનાને પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.








