Video: દિવાળી ટાણે જ ભરૂચનો સુથીયાપુરા વિસ્તાર નરકાગાર બન

દિવાળી જેવા મોટા તહેવાર ટાણે જ ભરૂચના વોર્ડ નંબર ૭માં આવેલો સુથીયાપુરા વિસ્તાર તંત્રની બેદરકારીના કારણે નરકાગાર બન્યો છે. છેલ્લા ૧૫ દિવસથી ચાલી રહેલું ગટરનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલતા રસ્તાઓ પર ગંદુ પાણી અને કચરાના ઢગલા ખડકાઈ ગયા છે. જેના કારણે સ્થાનિક રહીશોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. તહેવારોના સમયે જ ફેલાયેલી ગંદકીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી કે નગરસેવક ફરક્યા પણ નથી, જેને લઈને સ્થાનિકોમાં તંત્ર અને જનપ્રતિનિધિઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.








