Video: લખપતમાં બંધ લિગ્નાઇટ ખાણોમાંથી ધુમાડો, લોકો પરેશાન

કચ્છના લખપત તાલુકામાં બંધ પડેલી લિગ્નાઇટની ખાણોમાંથી નીકળતા ધુમાડાને કારણે આસપાસનાં ગામોના લોકો પરેશાન થઈ રહ્યા છે. ફુલરા અને ધારેશી ગામ વચ્ચે આવેલી ખાણોમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અકરી, ફુલરા, ઘડુલી અને ધારેશી સહિતનાં ગામોમાં હવા પ્રદૂષણને કારણે આરોગ્યની ચિંતાઓ વધી રહી છે. પક્ષીઓ અને પશુઓ પર પણ તેની અસર થતી હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા જીએમડીસી અને કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયાં ન હોવાનો આક્ષેપ છે. પ્રદૂષણની સમસ્યાના ઉકેલ માટે સ્થાનિકોએ જવાબદાર તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.








