Video: ટ્રેન પર પથ્થરમારો કરનાર ની RPF એ કરી ધરપકડ

સુરત શહેરમાં ફરી એકવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત ૧૯મી તારીખે ઉદયપુરથી સુરત આવી રહેલી વંદે ભારત ટ્રેન પર સુરત યાર્ડ નજીક અજાણ્યા ઈસમો દ્વારા અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારાના કારણે ટ્રેનના કાચ તૂટી જતાં મુસાફરોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સુરત RPF પોલીસે તાત્કાલિક તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા. પરિસરના CCTV ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા બાદ પોલીસે પથ્થરમારો કરનાર ત્રણ યુવકોને ઓળખી કાઢી તેમની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ યુવકોએ માત્ર મસ્તી ખાતર પથ્થરમારો કર્યો હોવાની કબૂલાત કરી છે. RPF પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








