Video: ઊંઝાના ઉપેરામાં કૂવામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

મહેસાણાના ઊંઝા તાલુકાના ઉપેરા ગામમાં કૂવામાં પડી જતાં એક મહિલાનું મોત નીપજ્યું છે. મૃતક મહિલાની ઓળખ કાશીબેન ચમાર તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, મહિલા માનસિક રીતે અસ્વસ્થ હતી અને અવારનવાર ઘરેથી નીકળી જતી હતી. આ અંગે અગાઉ ઊંઝા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ પણ આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ઊંઝા ફાયર બ્રિગેડની ટીમે કૂવામાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મહિલા અકસ્માતે કૂવામાં પડી હતી કે અન્ય કોઈ કારણસર આ ઘટના બની, તે અંગે તપાસ જરૂરી બની છે.








