મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરકાંઠાના વડાલીમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના ચશ્મા ચોરી મામલે સુખદ સમાધાન થયું

સાબરકાંઠાના વડાલી ખાતે આવેલા ઉમિયા પાર્ક સ્થિત ડૉ. બાબાસાહેબ

તસવીર: gstv

સાબરકાંઠાના વડાલી ખાતે આવેલા ઉમિયા પાર્ક સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના ચશ્મા ચોરી મામલે સુખદ સમાધાન થયું છે. DYSP અને મામલતદારની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાયા બાદ પ્રતિમાને નવા ચશ્મા પહેરાવી જય ભીમના નારા સાથે ફૂલહાર અર્પણ કરાયા હતા. ભીમ આર્મી સંગઠન અને દલિત સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. વહીવટી તંત્ર અને પોલીસે આરોપીઓ સામે આકરાં પગલાં લેવાની ખાતરી આપી છે. તથા પ્રતિમા ફરતે CCTV કેમેરા લગાવવાની માગ પણ કરાઈ છે.

આ સમાચાર શેર કરો