Video: બનાસકાંઠાના ધાનેરામાં પોલીસ ફાયરિંગ, રિવોલ્વર છીનવી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપી ઘાયલ

બનાસકાંઠાના ધાનેરામાં પોલીસ અને NDPSના આરોપી વચ્ચે ફાયરિંગની ઘટના સામે આવી છે. ભરૂચથી તપાસ પૂર્ણ કરી આરોપી અશોકકુમાર ખીલેરીને ધાનેરા પરત લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે સામરવાડા ગામ નજીક તેણે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ચૌધરીની સર્વિસ રિવોલ્વર છીનવવાનો અને પોલીસ ડ્રાઇવર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. પરિસ્થિતિને પગલે PIએ એક રાઉન્ડ ફાયરિંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. ઘટનામાં પોલીસ ડ્રાઇવર ગણપતસિંહને પણ ઈજા પહોંચી છે. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જાહેરાત














