Video: સુરતના રિંગ રોડ મનીષ માર્કેટમાં ભીષણ આગ

સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા મનીષ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવતા માર્કેટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ તેમજ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ઘટનાસ્થળે પાંચથી વધુ ફાયર બ્રિગેડનાં વાહનો તૈનાત કરીને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ફાયર વિભાગની ટીમોની ભારે જહેમત બાદ હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. સદનસીબે આગ પર કાબૂ મેળવી લેવાતા વધુ નુકસાન ટળ્યું છે, જ્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો મેળવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
જાહેરાત














