Video: સુરતના મોટા વરાછામાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઘર્ષણ, પોલીસ સાથે ઝપાઝપી બાદ એકની અટકાયત

સોર્સ: gstv

સુરતના મોટા વરાછા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પાથરણાવાળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જાહેર રસ્તા પરના દબાણ દૂર કરવા મનપા અને ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન એક પાથરણાવાળાએ પોલીસ સાથે જાહેરમાં જીભાજોડી કરી હતી. મામલો ઉગ્ર બનતાં પોલીસ અને પાથરણાવાળા વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઘટનાને પગલે પોલીસે એક યુવાનની અટકાયત કરી હતી. દબાણના કારણે સ્થાનિક વિસ્તારમાં અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો સામે આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત