લઘુમતી શાળાઓની સ્વતંત્રતા પર સરકારનો કાબૂ! ભરતીના અધિકારો હવે સરકાર હસ્તક
ગુજરાત સરકારે લઘુમતી શાળાઓને શિક્ષક અને અન્ય કર્મચારીઓની ભરતીમાં મળતી વિશેષ છૂટછાટ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે લઘુમતી શાળાઓને ભરતી પ્રક્રિયામાં વિશેષ સત્તા આપતી અધિનિયમની કલમ 35 દૂર કરી છે. આ નિર્ણય બાદ લઘુમતી શાળાઓની ભરતી સંબંધિત સત્તાઓ સરકારના નિયંત્રણ હેઠળ રહેશે. આ નિર્ણયથી લઘુમતી શાળાઓના સંચાલકો પાસે રહેલી ભરતી પ્રક્રિયાની સ્વતંત્રતા પર અસર થવાની શક્યતા છે. અત્યાર સુધી લઘુમતી શાળાઓને ભરતીના મામલે કેટલીક વિશેષ છૂટછાટ મળતી હતી, પરંતુ કલમ 35 દૂર થતાં ભરતી પ્રક્રિયામાં સરકારની ભૂમિકા અને નિયંત્રણ વધશે.સરકારના આ નિર્ણયથી રાજ્યના શિક્ષણ જગતમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને લઘુમતી શાળાઓના સંચાલકો અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં આ નિર્ણયની અસરો અંગે ચર્ચા તેજ બની છે.
જાહેરાત











