Video: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારકામાં, શિવરાજપુર બીચનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રુક્મણી પાસેના હેલિપેડ પર ઉતરી કાફલા સાથે દ્વારકાધીશ જગત મંદિર પહોંચ્યા હતા, જ્યાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, ધારાસભ્ય બેરા સહિત આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. દર્શન બાદ મુખ્યમંત્રી શિવરાજપુર બીચ ખાતે પ્રવાસન વિભાગના ફેઝ-1 અને ફેઝ-2 ના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. ફેઝ-1 માં રૂ. 23.83 કરોડના ખર્ચે અરાઈવલ પ્લાઝા, સ્નોર્કલીંગ પ્લાઝા, સાઈકલ ટ્રેક સહિતની સુવિધાઓ તૈયાર કરાઈ છે. જ્યારે ફેઝ-2 માં રૂ. 78.85 કરોડના ખર્ચે ઈવેન્ટ ગ્રાઉન્ડ, એમફીથીયેટર, બોર્ડ વોક, લાઈફ ગાર્ડ ટાવર, રેસ્ટોરન્ટ અને લાઈટિંગ સહિતના કાર્યોનું લોકાર્પણ થશે.
જાહેરાત















