બોટાદમાં માતા-પુત્રીનાં મોત, પુત્ર ગંભીર રીતે ઘાયલ; ઘટનાનું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ

બોટાદમાં માતા-પુત્રીનાં મોત, પુત્ર ગંભીર રીતે ઘાયલ; ઘટનાનું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
તસવીર: AI
આ સમાચાર સાંભળો

બોટાદમાં માતાએ બે સંતાન સાથે ટ્રેન નીચે ઝંપલાવતા માતા-પુત્રીના મોત નિપજ્યાં છે. જ્યારે પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

માતાએ બે સંતાન સાથે ટ્રેન નીચે ઝંપલાવ્યું, બેનાં મોત

જાહેરાત

મળતી માહિતી પ્રમાણે, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામના રહેવાસી અને હાલ બોટાદમાં રહેતા આરતી કહોદરીયાએ બે સંતાનો સાથે ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું. બોટાદથી ધોળા તરફ જતી માલગાડી નીચે ઝંપલાવતા માતા-પુત્રીના મોત નિપજ્યાં છે, જ્યારે પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. માતા અને પુત્રીના મોતને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી છે.

ઘરકંકાસના કારણે આ ઘટના બની હોવાની ચર્ચા

મહિલાએ કયા કારણોસર આ પગલું ભરી જીવન ટૂંકાવ્યું તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી. જોકે ઘરકંકાસના કારણે આ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ બોટાદ પોલીસ અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત