Video: બોટાદમાં ઝેરી ધુમાડાથી નવોદય વિદ્યાલય ખાલી કરાવવામાં આવી

બોટાદમાં નજીક આવેલી ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગના ઝેરી ધુમાડાને કારણે જવાહર નવોદય વિદ્યાલય ખાલી કરવાની નોબત આવી છે. ૧૭ નવેમ્બરે ડમ્પિંગ સાઇટમાં આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટેગોટાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોના આરોગ્ય પર અસર થતાં વાલીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને ૧૮ નવેમ્બરે શાળામાં હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે શાળાની મુલાકાત લીધી હતી, જ્યારે ૧૯ નવેમ્બરની રાત્રે ધુમાડાની અસરથી આશરે ૩૦ વિદ્યાર્થીઓ અને ૬ શિક્ષકોને સર્કિટ હાઉસ ખાતે ખસેડાયા હતા. અંતે ૨૦ નવેમ્બરે વાલીઓ તમામ વિદ્યાર્થીઓને ઘરે લઈ જતાં ૪૦૫ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી આ શાળા હાલ સંપૂર્ણપણે ખાલી થઈ ગઈ છે.
જાહેરાત













