Video: દ્વારકાધીશ મંદિરમાં VIP દર્શનના ત્રણ દર્શનાર્થી માટે 2100 રૂપિયાની માંગણીનો કથિત ઓડિયો વાયરલ

દ્વારકાના જગતમંદિરમાં વીઆઈપી દર્શનના નામે નાણાંની માંગણી થતી હોવાના આક્ષેપ સાથે એક કથિત ઓડિયો વાયરલ થયા હોવના અહેવાલ છે. સ્થાનિક વ્યક્તિ અને તીર્થપુરોહિત વચ્ચેની વાતચીતનો આ ઓડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ ઓડિયોમાં ત્રણ વ્યક્તિને વીઆઈપી દર્શન કરાવવાના નામે 2 હજાર 100 રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ હોવાની ચર્ચા છે. દ્વારકાધીશ મંદિર જેવા પવિત્ર યાત્રાધામમાં દર્શનના નામે નાણાંની માંગણીના આક્ષેપથી અનેક સવાલો ઊભા થયા છે. અગાઉ પણ દ્વારકાધીશ મંદિરમાં વીવીઆઈપી દર્શન માટેની એપ્લિકેશન સામે આવી હતી. ત્યારે હવે વાયરલ ઓડિયોને લઈને મંદિર તંત્ર અને સંબંધિત જવાબદારો શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.
જાહેરાત













