Video: રાજપીપળામાં ગંદકી મુદ્દે દુકાન સીલ કરાતાં વેપારીઓમાં રોષ, પાલિકાના વહીવટ સામે ઉઠાવ્યા સવાલો

નર્મદા જિલ્લાના રાજપીપળામાં નગરપાલિકા અને વેપારીઓ વચ્ચેનો વિવાદ વકર્યો છે. માત્ર 200 રૂપિયાના દંડના મામલે વેપારી સોનુ બારોટની દુકાન સીલ કરવામાં આવતાં અન્ય વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. વેપારીઓનો આક્ષેપ છે કે શહેરમાં ઠેરઠેર ગંદકી અને ખુલ્લી ગટરની સમસ્યા યથાવત છે, છતાં વેપારીઓનો પક્ષ સાંભળ્યા વિના કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ શહેરમાં કચરાના ઢગલા અને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ નહીં આવતાં નગરજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરના વહીવટ સામે સવાલો ઉઠાવી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
જાહેરાત













