Video: દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને પોલીસનો મેગા બંદોબસ્ત; 2000 થી વધુ જવાનો ખડે પગે

સોર્સ: gstv

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને પોલીસ તંત્ર દ્વારા મેગા સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોન્સર્ટ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2000 થી વધુ પોલીસ જવાનો ખડેપગે તૈનાત કરવામાં આવ્યા છે 

દિલજીત દોસાંજના કોન્સર્ટમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉમટવાની શક્યતાને પગલે અમદાવાદ પોલીસે અભેદ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી છે. સમગ્ર બંદોબસ્તમાં 2000 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છેપોલીસના આ મેગા બંદોબસ્તમાં 1 JCP, 5 DCP, 9 ACP, 22 PI અને 74 PSI સહિતનો મોટો કાફલો સુરક્ષા વ્યવસ્થા સંભાળશે.સ્ટેડિયમ પરિસર, પાર્કિંગ ઝોન અને તમામ એન્ટ્રી ગેટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની ટીમો પણ સતત તૈનાત રાખવામાં આવી છે.

જાહેરાત

​આ ઉપરાંત, સંભવિત ધમકીભર્યા ઈમેલ આઈડી પર સાયબર ક્રાઈમ સેલ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ટેકનિકલ અને ગ્રાઉન્ડ લેવલ એમ બંને સ્તરે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે, જેથી પ્રેક્ષકો સુરક્ષિત માહોલમાં કોન્સર્ટનો આનંદ માણી શકે.

.

આ સમાચાર શેર કરો

જાહેરાત