અમદાવાદમાં આજે સાંજે 'નો-એન્ટ્રી' ઝોન! સ્ટેડિયમ આસપાસના આ રસ્તાઓ પર વાહનો લઈ જવાની મનાઈ, મેટ્રો મુસાફરો માટે કરાઈ ₹50ની ખાસ વ્યવસ્થા!

અમદાવાદમાં આજે સાંજે 'નો-એન્ટ્રી' ઝોન! સ્ટેડિયમ આસપાસના આ રસ્તાઓ પર વાહનો લઈ જવાની મનાઈ, મેટ્રો મુસાફરો માટે કરાઈ ₹50ની ખાસ વ્યવસ્થા!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદમાં શનિવારે (21 નવેમ્બર) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દિલજીત દોસાંજના 'AURA ઈન્ડિયા ટૂર' કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્સર્ટમાં જોડાવા માટે ગુજરાત સહિત અનેક રાજ્યોના લોકો, વાહનો સાથે આવતા મુલાકાતીઓ તેમજ સેલિબ્રિટીઓ અમદાવાદ આવી ચૂક્યા છે. આ સંજોગોમાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે.

મર્યાદિત સમયમાં મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર રહેવાની હોવાથી ટ્રાફિક પ્રવાહ સરળતાથી પસાર થાય અને માર્ગ અકસ્માતો નિવારી શકાય તે માટે તંત્ર દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન નિર્ધારિત માર્ગ પરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

જાહેરાત

અમદાવાદ શહેર પોલીસના જાહેરનામા મુજબ પ્રતિબંધિત/ડાયવર્ઝન વાળા માર્ગો:

  • જનપથ ટી થી કૃપા રેસીડેન્સી ટી: જનપથ ટી જંક્શનથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી સુધીનો માર્ગ બંને તરફ બંધ રહેશે.
  • કૃપા રેસીડેન્સી ટી થી મોટેરા ગામ: કૃપા રેસીડેન્સી ટી અને મોટેરા ગામ જંક્શન વચ્ચેનો જતો-આવતો માર્ગ વાહનચાલકો માટે પ્રતિબંધિત રહેશે.

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગની વિગત:

તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તા થઈ, વિસત ટીથી જનપથ ટી અને ત્યાંથી પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવરજવર કરી શકાશે.
કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા અને ભાટ-કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

મેટ્રો સેવાનો સમય લંબાવાયો

અમદાવાદમાં પ્રશંસકોની ભીડને ધ્યાનમાં રાખીને મેટ્રો સેવાઓનો સમય લંબાવવામાં આવ્યો છે. આજે 21 નવેમ્બરે રાત્રે મોટેરા સ્ટેડિયમથી સાબરમતી સુધી 11:30 વાગ્યા સુધી મેટ્રો સેવા ચાલુ રહેશે. આ માટે રાત્રે 11:00 વાગ્યા પછી મેટ્રો મુસાફરો માટે ₹50ની ખાસ પેપર ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત