Video: રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી અંગે ભાજપની સ્પષ્ટતા, પક્ષમાં જૂથવાદની વાતોને માત્ર ચર્ચા: પ્રશાંત કોરાટ

સોર્સ: gstv

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીના મુદ્દે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે જયેશ રાદડિયા અને તેઓ બંને ભાજપના કાર્યકર્તા છે અને પક્ષને વધુ મજબૂત કરવા માટે સતત કામ કરી રહ્યા છે. પ્રશાંત કોરાટે ઉમેર્યું કે રાજકોટ લોધિકા સંઘમાં કુલ ૧૫ પૈકી ૧૩ ડિરેક્ટરો ભાજપના છે. પક્ષમાં જૂથવાદ હોવાની માત્ર ચર્ચાઓ જ ચાલી રહી હોવાનું સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે આ મામલે પાર્ટી સમય આવ્યે યોગ્ય નિર્ણય લેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત