Video: રાજકોટમાં બાર વર્ષ પહેલા ટ્રક ચાલકની લૂંટ-હત્યા કરનાર ફરાર આરોપી ઝડપાયો

સોર્સ: gstv

બાર વર્ષ અગાઉ ટ્રક ચાલક જયેશ પંડ્યાની લૂંટ કરીને પાછળના ટાયરમાં કચડી હત્યા કર્યા બાદ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો, જે તપાસમાં હત્યાનો મામલો હોવાનું ખુલ્યું હતું. આ ગુનામાં સંડોવાયેલો આરોપી જાવેદ ઉર્ફે જાવલા ખાન પઠાણ છેલ્લા બાર વર્ષથી તામિલનાડુમાં નાસતો ફરતો હતો અને ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચી લીધો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસીયાના જણાવ્યા મુજબ આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે તેની ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત