Video: દિલ્હીના કિડવાઈ નગરમાં આશરે 200 સુરક્ષા ગાર્ડને હટાવવાની સંભવિત યોજના સામે સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો

સોર્સ: gstv

દિલ્હીના કિડવાઈ નગરમાં આશરે 200 સુરક્ષા ગાર્ડને હટાવવાની સંભવિત યોજના સામે સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે. સુરક્ષા ગાર્ડની નોકરી પર સંકટ ઊભું થવાની આશંકાને પગલે મહિલાઓ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરી રહી છે. મહિલાઓએ ગાર્ડને હટાવવાના નિર્ણયનો વિરોધ કરી તેમની સાથે એકતા દર્શાવી છે. એટલું જ નહીં, વિરોધ કરી રહેલી મહિલાઓએ સુરક્ષા ગાર્ડને ભોજન આપીને પોતાનું સમર્થન પણ વ્યક્ત કર્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત