Video: બાલાસોરમાં નશાના કારોબારનો પર્દાફાશ

ઓડિશાના બાલાસોરમાં પોલીસે નશીલા પદાર્થો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પોલીસની ટીમે દરોડા દરમિયાન 10.233 કિલોગ્રામ બ્રાઉન શુગરનો જથ્થો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે 13 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે એક દંપતીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા બ્રાઉન શુગરના જથ્થાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દંપતી આ નશીલા પદાર્થનો જથ્થો ક્યાંથી લાવ્યું હતું અને કોને પહોંચાડવાનું હતું તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી નશાના કારોબાર સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
જાહેરાત












