Video: થોરાળા હત્યા કેસમાં મૃતકના પિતાનો ગંભીર આક્ષેપ

સોર્સ: gstv

થોરાળા વિસ્તારમાં જયેશ ચાવડાની હત્યાનો મામલો સામે આવ્યો છે, જેની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ મામલે મૃતકના પિતા મુકેશ ચાવડાએ નિવેદન આપતાં આક્ષેપ કર્યો છે કે શામજી મકા ગેંગના સભ્યોએ તેમના દીકરાની હત્યા કરી છે. પિતાના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી ગેંગના સભ્યો જયેશ પર પોતાની ગેંગમાં સામેલ થવા તેમજ ચરસ, ગાંજો અને દારૂ વેચવા માટે દબાણ કરતા હતા. ત્રણ મહિના પહેલા વિજય મકવાણા નામનો શખ્સ ઘરે આવીને દીકરો ક્યાંય દેખાય તો મારી નાખવાની ધમકી આપી ગયો હતો. આરોપીઓ પોલીસ અને સરકાર શું કરી લેશે તેવી ધમકી પણ આપતા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત