Video: રાજકોટ થોરાળામાં મધરાત્રે યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

સોર્સ: gstv

રાજકોટના થોરાળા પોલીસ મથક વિસ્તાર હેઠળના નવા થોરાળામાં મધરાત્રે જયેશ ચાવડા નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. જૂની માથાકૂટની અદાવતમાં બે આરોપીઓએ યુવક પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારે જેલમાં બંધ શામજી મકા ગેંગના સદસ્યો તેમજ બે શખ્સો અને મદદગારીમાં ખુલે તેટલા લોકો સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત