Video: રાજકોટ લોધિકા સંઘની નિમણૂક મામલે રૂપાલાનું નિવેદન, પ્રદેશ કક્ષાએ રજૂઆત કરાશે

સોર્સ: gstv

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી બાદ અઢી મહિનાથી અટકેલી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક મામલે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે. આ મામલે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રૂપાલાએ જાહેર મંચ પરથી રાજકોટ લોધિકા સંઘના ભરપેટ વખાણ કર્યા હતા, પરંતુ હજુ સુધી નિમણૂક ન થતાં રાજકીય ચર્ચા તેજ બની છે. ભાજપના આંતરિક જૂથવાદને કારણે પ્રદેશ કક્ષાએથી લીલી ઝંડી ન મળી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. બીજી તરફ, રાજ્યમાં ઘાસચારાની અછતના મુદ્દે રૂપાલાએ જણાવ્યું કે ભારત સરકાર રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી રહી છે. ગૌશાળાઓમાં ઘાસચારાની તકલીફ ન રહે તે માટે સરકાર યોગ્ય નિર્ણય લેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત