Video: તાલીમબદ્ધ ડોગની મદદથી રાજકોટ ગ્રામ્ય પોલીસની ચાર સ્થળે રેડ, ચાર આરોપીઓ ઝડપાયા

સોર્સ: gstv

રાજકોટ ગ્રામ્ય પોલીસે ગાંજાના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી કરી ચાર અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 1 કિલો 372 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે પ્રથમ વખત ગાંજો ઝડપી પાડવા માટે કેપ્ટો નામના ખાસ તાલીમબદ્ધ ડોગની મદદ લીધી હતી. શાપર વિસ્તારમાં પોલીસ સ્ક્વોડના કેપ્ટોએ બેગ સહિત વિવિધ જગ્યાએ છુપાવેલો ગાંજો શોધી કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે કરણ ભંડેરી, જય બગડા, વલિશા બુખારી અને અલ્તફશા રફાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત