Video: જાફરાબાદના કોબળીની વાવમાં ધોળા દિવસે સિંહનો આધેડ પર હુમલો, હોસ્પિટલ ખસેડાયા, સિંહને પાંજરે પૂરવા માંગ

અમરેલીના જાફરાબાદમાં ધોળા દિવસે સિંહના હુમલાની ઘટના બની છે. જાફરાબાદ શહેરના કોબળીની વાવ વિસ્તારમાં પશુ ચરાવવા જઈ રહેલા 46 વર્ષીય આધેડ શિનુ બારૈયા પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં લોહીલુહાણ થયેલા આધેડને તાત્કાલિક સારવાર અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ધોળા દિવસે રહેણાંક નજીકના વિસ્તારમાં સિંહના હુમલાની આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભય અને ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઈને સ્થાનિક લોકો દ્વારા વન વિભાગ સામે સિંહને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે.
જાહેરાત














