Video: દુધાળામાં ગૌચર દબાણ મામલે આંદોલન હાલ મોકૂફ, 10-12 દિવસમાં માપણી અને કાર્યવાહીની કલેક્ટરની ખાતરી

અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ગામે ગૌચરની જમીન પરના દબાણ મુદ્દે RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયા દ્વારા અર્ધ નગ્ન અવસ્થામાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, પરંતુ કલેક્ટર સાથેની બેઠક બાદ હાલ આંદોલન મોકૂફ રખાયું છે.નાથાલાલ સુખડિયા અને પશુપાલકોએ અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને મળીને સર્વે નંબર અને ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા તેમજ સરકારી ગ્રાન્ટના કામો પર યોગ્ય બોર્ડ લગાવવા રજૂઆત કરી હતી.કલેક્ટર દ્વારા 10થી 12 દિવસમાં જમીનની માપણી કરી દબાણ અંગે તપાસ અને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
જાહેરાત













