Video: ભાવનગરના સિહોરના મોટાસુરકા ગામે ૩૦૦ વીઘા ગૌચર જમીન પર દબાણનો વિવાદ ગરમાયો, ડીડીઓ સમક્ષ લેખિત રજૂઆત કરી

ભાવનગરના સિહોર તાલુકાના મોટાસુરકા ગામમાં ગૌચર જમીન પરથી દબાણો દૂર કરવાની માંગ સાથે ગોકુલભાઈ જોટાણા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ફરીથી લેખિત રજૂઆત કરવામાં આવી છે. તપાસ અહેવાલમાં દબાણ સાબિત થયા છતાં અને નોટિસ અપાયા બાદ પણ ડિમોલિશનની અમલવારી નહીં થતાં રોષે ભરાયેલા અરજદારે તંત્રને ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો સમયમર્યાદામાં દબાણો દૂર નહીં થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ ઉપરાંત અગાઉ વિરોધ કરનાર પર થયેલા હુમલાનો વીડિયો વાયરલ થવા અને પોલીસ ફરિયાદ નોંધાવાથી સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
જાહેરાત








