Video: છોટા-ઉદેપુરના નસવાડી ગ્રામ પંચાયતમાં અનોખો વિવાદ, અદાવત રાખી પંચાયત કચેરીએ તાળું મારી દીધું

અવિશ્વાસની દરખાસ્ત મામલે સભ્યની પત્નીને સરપંચે કથિત રીતે રૂમમાં પૂરી દીધી હોવાની રીસ રાખીને સભ્યપતિએ આ બદલો લીધો હતો. સભ્યપતિએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે તંત્ર ભ્રષ્ટ અને ફૂટેલું હોવાને કારણે આજે તેમણે પંચાયતને તાળું મારી દીધું છે અને હવે જોઈએ આગળ શું થાય છે. આ અસામાન્ય ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પંચાયત કચેરીએ લોકોની ભીડ જમા થઈ હતી.
જાહેરાત






