Video: જૂનાગઢના સમીર શેખના મોતનો ભેદ ઉકેલાયો, 80 હજારની લેતીદેતીમાં પિતા-પુત્રએ કરી હત્યા

સોર્સ: gstv

જૂનાગઢના રહેવાસી સમીર હનીફભાઈ શેખ ગુમ થયા બાદ જેતપુરના પાંચ પીપળા નજીક ભાદર નદીમાંથી મૃતદેહ મળવાના કેસમાં હત્યાનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસ મુજબ નાસીરખાન પઠાણ અને તેનો પુત્ર દાઉદખાન 80 હજાર રૂપિયા માંગતા હતા.જે બાદ કાવરતુ રચીને તેમની હત્યા થઈ હતી...આ કેસમાં જૂનાગઢ સી ડિવિઝન પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી નાસીરખાન અગાઉ વીમા કૌભાંડ સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું અને તેનું મૂળ નામ નાનજી કતરિયા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત