Video: સુરત એસઓજીએ ગાંજાનો છેલ્લા પાંચ વર્ષનો સૌથી મોટો જથ્થો ઝડપ્યો..! 70 લાખથી વધુના ગાંજા સાથે છૂટક વેચાણ કરતો આરોપી પોલીસના સકંજામાં

સોર્સ: gstv

સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી SOG પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને 140કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે આરોપી રોહિત કાંબળેને ઝડપી પાડ્યો છે.જપ્ત કરાયેલા આ ગાંજાના જથ્થાની બજાર કિંમત 70 લાખ 19 હજાર 500 રૂપિયા થાય છે.આરોપી શોર્ટકટમાં વધુ નાણાં કમાવવાની લાલચે વોન્ટેડ આરોપીઓ સાથે મળીને ઘરમાં ગાંજો સંતાડી રાખતો હતો અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તેનું છૂટક વેચાણ કરતો હતો.આ રેકેટના મૂળ સુધી પહોંચવા પોલીસ દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત