Video: સુરતમાં એક વર્ષથી ફરાર છેતરપિંડીનો આરોપી ઝડપાયો, બુલેટ ખરીદીના નાણાં ચૂકવ્યા નહોતા

સુરતમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે લાલાભાઈ દલપતભાઈ ડામોર નામના આરોપીની ધરપકડ કરી છે. વર્ષ 2025માં આરોપીએ ફરિયાદી પાસેથી 20 હજાર રૂપિયાની ખરીદી કરી હતી. આ ઉપરાંત 1 લાખ 20 હજાર રૂપિયાની રોયલ એનફિલ્ડ બુલેટ પણ ખરીદી હતી. જોકે, ખરીદીના નાણાં ચૂકવ્યા વિના આરોપી મોબાઇલ ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો, જેમાં એક વર્ષ બાદ આરોપી પોલીસના હાથે ઝડપાયો છે.
જાહેરાત
















