Video: સુરતમાં ભારત-ઇંગ્લેન્ડ અંડર-19 મહિલા T-20 મેચો માટે ફ્રી એન્ટ્રી, સુરતની આખ્સાહ પરમારની ભારતીય ટીમમાં પસંદગી

સોર્સ: gstv

સુરતના આંગણે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો રોમાંચ જામશે. 1થી 6 ડિસેમ્બર દરમિયાન ભારત અને ઇંગ્લેન્ડની અંડર-19 મહિલા ટીમો વચ્ચે પાંચ T-20 મેચની શ્રેણી રમાશે, જેની પ્રથમ બે મેચ વડોદરા અને અંતિમ ત્રણ મેચ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં યોજાશે. સુરતમાં 1 અને 3 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યે તથા 6 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે મેચ રમાશે. ભારતીય ટીમમાં સુરતની આખ્સાહ પરમારની પસંદગી થતાં શહેરમાં આનંદ છવાયો છે. દર્શકો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે અને SDCA દ્વારા તૈયારીઓ સાથે COE તથા પસંદગી સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત