Video: સુરતમાં દિવાળી બાદ રોગચાળાએ માથું ઊંચક્યું

સુરતના પાંડેસરા અને અડાજણ વિસ્તારમાં તાવના કારણે બે યુવકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. આ બંને યુવકોને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો. રવિવારે સવારે બંનેની તબિયત વધુ બગડતાં તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. દિવાળી બાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હાલ શહેરની વિવિધ હોસ્પિટલોમાં ઝાડા-ઉલ્ટી, ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ, શરદી અને ખાંસીના દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. રોગચાળાના વધતા પ્રકોપ વચ્ચે દર્દીઓની સંખ્યા વધતાં પાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. આ પરિસ્થિતિમાં રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તંત્ર દ્વારા વધુ અસરકારક પગલાં ભરવાની માંગ ઊઠી રહી છે.
જાહેરાત














