Video: દાહોદના ઠક્કર ફળિયામાં બેફામ કારચાલકનો આતંક, પાંચ વાહનોને અડફેટે લીધાં

સોર્સ: gstv

દાહોદના ઠક્કર ફળિયામાં રાત્રિના સમયે બેફામ કારચાલકે અફરાતફરી મચાવી હતી. પૂરઝડપે આવેલી કારે બે રિક્ષા અને ત્રણ ટુ-વ્હીલર સહિત કુલ પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક મહિલા ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારની બેફામ ગતિનો બનાવ કેદ થયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત