Video: સુરતમાં આગ લાગવાની વધુ એક ઘટના

સુરતમાં આગ લાગવાના બનાવો સતત યથાવત રહ્યા છે, જેમાં વધુ એક ઘટના ઉન પાટિયા વિસ્તારના બંગાળી બસ્તી નજીક બની છે. અહીં મોડી રાત્રે ગોડાઉનમાં ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં આગની જ્વાળાઓ ઝડપથી પ્રસરતા જ આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરોની ટીમ મોટા કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરીમાં જોડાઈ હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર નિયંત્રણ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. હાલ આ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તેમજ કેટલું આર્થિક નુકસાન થયું છે તે અંગેની વિગતો મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.
જાહેરાત













