Video: સુરતમાં એક જ રાત્રીમાં 4 લૂંટના બનાવો, પ્રતિકાર કરનારા પર ચાકુથી હુમલો કરાયો, પોલીસની સક્રિયતા પર સવાલ ઉઠ્યા

સોર્સ: gstv

સુરતના મહિધરપુરા, કતારગામ અને વરાછા વિસ્તારમાં એક જ રાત્રિમાં લૂંટના ચાર બનાવો સામે આવ્યા છે. બાઈક પર આવેલા ઈસમોએ મોબાઈલની લૂંટ ચલાવી હતી અને જે લોકોએ લૂંટનો પ્રતિકાર કર્યો તેમના પર ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. સતત લૂંટના બનાવોથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત