Video: ભાવનગરના વરતેજ નજીક કોર્ટની મુદતે જતા યુવક પર પાઈપથી હુમલો, સાસરિયા પક્ષના ત્રણ શખ્સો સામે આક્ષેપ

સોર્સ: gstv

ગઢડાના રહેવાસી પ્રતાપ વાઘેલા ભાવનગર કોર્ટની મુદત માટે આવી રહ્યા હતા, ત્યારે વરતેજ નજીક તેમના પર પાઈપથી હુમલો કરાયો હતો. પ્રતાપભાઈના કહેવા મુજબ હુમલો કરનાર સંજય દુલા ગણેશ દુલા અને દુલા લાખા તેમના બહેનના પતિ જેઠ અને સસરા છે. છેલ્લા પાંચ વર્ષથી બહેન રીસામણે બેઠી હોવાની જૂની અદાવતને લઈને આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. હાલ પ્રતાપભાઈને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત