VIDEO: ભાવનગરના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બગદાણા વિસ્તારના ગુંદર

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બગદાણા વિસ્તારના ગુંદરણા, કસાણ, નાનાખુટવડા અને કુંભારીયા સહિતના ગામડાઓમાં સારો વરસાદ વરસતા ચારેય તરફ પાણી ફરી વળ યા હતા. ગુંદરણા ગામની મુખ્ય બજારમાંથી વરસાદી પાણી વહેતા થયા હતા અને સ્થાનિક નદીમાં પણ નવા નીરની આવક શરૂ થઈ છે. આ ઉપરાંત ખારી ગામની ખારી નદીમાં પણ ઘોડાપૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં ચેકડેમ ઓવરફ્લો થઈને પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો છે. સતત વરસી રહેલા આ સંતોષકારક વરસાદના કારણે ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે




