Video: વડનગરમાં હાટકેશ્વર મંદિરમાં મહાયજ્ઞના દર્શન કરી ભાજપના આગેવાનોએ આશીર્વાદ મેળવ્યા

મહેસાણાના વડનગર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ચાલી રહેલા મહાયજ્ઞમાં હાજરી આપી હતી. વિશ્વશાંતિના હેતુથી કાંચી પીઠના શંકરાચાર્ય દ્વારા આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જગદીશ વિશ્વકર્માએ મહાયજ્ઞના દર્શન કરી ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે કાંચી પીઠના શંકરાચાર્યના આશીર્વાદ પણ મેળવ્યા હતા. તેમની સાથે પ્રદેશ મહામંત્રી નટુજી ઠાકોર અને ભરત ડાંગર પણ ઉપસ્થિત રહ્યા હતા. વડનગરમાં યોજાઈ રહેલા આ મહાયજ્ઞમાં ભાજપના આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી.
જાહેરાત











