Video: વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરે વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિ

વડનગર સ્થિત ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત ૧૦ દિવસીય વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી. મંત્રીશ્રીએ યજ્ઞશાળાની મુલાકાત લઈને પવિત્ર મહાયજ્ઞની આહુતિઓના દર્શન કર્યા હતા તેમજ ભગવાન હાટકેશ્વર મહાદેવનું વિધિવત દર્શન-પૂજન કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક અવસરે તેમણે સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તેવી મંગળ કામના વ્યક્ત કરી હતી. તદુપરાંત, રાજ્યના નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય, કલ્યાણ અને રાજ્યની સર્વાંગી સમૃદ્ધિ માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
જાહેરાત






