શીલજ હિટ એન્ડ રન કેસમાં ભાજપ MLAના ભત્રીજાને સિનિયર IPSએ બચાવ્યો હોવાની ચર્ચા,' શું છે સમગ્ર મામલો?

શીલજ હિટ એન્ડ રન કેસમાં ભાજપ MLAના ભત્રીજાને સિનિયર IPSએ બચાવ્યો હોવાની ચર્ચા,' શું છે સમગ્ર મામલો?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદના શીલજ સર્કલ પાસે ધારાસભ્યના ભત્રીજાએ રેન્જ રોવરથી બાઇકને ટક્કર મારતાં એકનું મૃત્યુ નીપજ્યાની ઘટનામાં કારચાલકનું કલાકો પછી હાજર થવું અને થોડા જ કલાકમાં મુક્તિની ઘટનામાં એક સિનિયર આઈપીએસની ભૂમિકા પોલીસ તંત્રમાં ચર્ચાસ્પદ બની છે.

શું છે સમગ્ર મામલો?

જાહેરાત

શીલજ સર્કલ ઉપર રેન્જ રોવરની ટક્કરથી રેપિડો બાઇક ઉપર નોકરીએ જઈ રહેલાં નારણપુરાના હર્ષદભાઈ પુરબિયાનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા પછી રેન્જ રોવર કાર લઈને તેનો ચાલક જતો રહ્યો હતો. બોપલ પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતાં આ કાર મહેશ કુશ્વાહના નામે નોંધાયેલી હોવાની અને તેમના પુત્ર રાઘવેન્દ્ર કુશ્વાહે જીવલેણ અકસ્માત સર્જ્યાની વિગતો ખુલી હતી.

આરોપી રાઘવેન્દ્ર બાપુનગરના ધારાસભ્યનો ભત્રીજો

આરોપી રાઘવેન્દ્ર બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશ્વાહનો ભત્રીજો હોવાથી પોલીસે તેને હાજર થવા માટે પૂરતો સમય અને વ્યવસ્થા કરી આપી તેમજ પોલીસ સ્ટેશનમાંથી કલાકોમાં જ જામીન અપાયાના મુદ્દે વિવાદ અને ચર્ચા જાગી હતી.

'જી સર' સાથે અમલ કરી વગદાર આરોપી સામેની કાર્યવાહીમાં ઢીલી નીતિ

આરોપી રાઘવેન્દ્ર કલોલ તરફ યોજાયેલી પાર્ટીમાંથી મિત્રો સાથે પરત આવતો હતો ત્યારે અકસ્માતની ચર્ચા હતી. હવે, પોલીસ તંત્રના નજીકના વર્તુળોમાં બોપલ પોલીસે આરોપીને સરળતા કરી આપી તે માટે સિનિયર આઈપીએસની ભૂમિકા હોવાની ચર્ચા વેગવાન બની છે. આરોપીના પિતાના વેવાઈ પક્ષે નજીકના સંબંધી એવા સિનિયર આઈપીએસે પાડોશી એવી અમદાવાદ ગ્રામ્ય પોલીસને સુચના આપતાં 'જી સર' સાથે અમલ કરી વગદાર આરોપી સામેની કાર્યવાહી સરળ બનાવાયાની ચર્ચા વેગવાન છે.

એવી પણ ચર્ચા છે, પાંચેક મહિના પહેલાં પણ સાણંદ નજીકની પાર્ટી ઉપર અમદાવાદ ગ્રામ્ય પોલીસે દરોડો પાડો ત્યારે પણ ધારાસભ્યના ભત્રીજા એટલે કે સિનિયર આઈપીએસના નજીકના સંબંધી એવા આ યુવાનેપાર્ટી શોખીનારોપીને બચાવ્યો હતો. પાંચ જ મહિનામાં એક જ યુવકને બચાવવા સંબંધી એવા સિનિયર પોલીસ અધિકારીએ બે-વખત ભૂમિકા ભજવ્યાની ચર્ચા છે. ગુજરાતમાં કાયદાનો અમલ કરાવતાં અમુક પોલીસ અધિકારીઓ તેમના સંબંધીઓના સંતાનો માટે અંદરખાને ભલામણ કરી સમાજ માટે કેવું ‘અનુપમ ઉદાહરણ’ પાડે છે? તેવો સવાલ પોલીસ તંત્રના જાણકારોમાં ચર્ચાઇ રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત