Video: સુરતમાં ભાડાના ખાતા અને ફેસબુક ઠગાઈ કરતી આંતરરાજ્ય સાયબર ગેંગ ઝડપાઈ, મુદ્દામાલ જપ્ત

સોર્સ: gstv

સુરતની ભેસ્તાન પોલીસે રાજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દરોડો પાડીને આંતરરાજ્ય સાયબર ફ્રોડ ટોળકીનો પર્દાફાશ કરી મૂળ રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ૪ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ૪ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ શખ્સો લોકોને ૧૫ થી ૧૬ હજાર રૂપિયાની લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેની કીટ અને સીમકાર્ડ મેળવી લેતા હતા. ત્યારબાદ ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પર જૂના સિક્કા વેચવાની અને અન્ય લોભામણી જાહેરાતો મૂકી છેલ્લા દોઢ વર્ષથી લોકો સાથે ઓનલાઈન ઠગાઈ આચરી ભાડાના એકાઉન્ટમાં નાણાં જમા કરાવી એટીએમ મારફતે ઉપાડી લેતા હતા. પોલીસે દરોડા દરમિયાન ૪ લાખ ૪૭ હજાર રોકડા, ૧૫ મોબાઈલ ફોન, ૨૨ ડેબિટ કાર્ડ, પાસબુક અને ચેકબુક સહિત કુલ પાચ લાખ ૭૨ હજાર ૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત